Bwrdd Yr Iaith Gymraeg - The Welsh Language Board

વેલ્શ ભાષાની બોર્ડ વેબસાઇટ પર તમારું સ્વાગત છે, જયાં તમને વેલ્સ અને વેલ્શ ભાષા વિષે ઉપયોગી અને રસપ્રદ માહિતી અને વેલ્સ અને અન્ય જગ્યાઓ પર બોર્ડના કાર્ય માટે જાણકારી મળશે.

બોર્ડ 1993 ના વેલ્શ ભાષા નીયમની ધારાધોરણ મુજબ તૈયાર થયેલ સંસ્થા છે; અને એનું કાર્ય વેલ્શ ભાષાને ટેકો અને પ્રોત્સાહન આપવાનું છે. આ સાઇટ તમને જણાવશે કે કેવી રીતે આ થશે. સાઇટ તમને એ પણ જણાવશે કે કેવી રીતે તમે વ્યક્તિગત રીતે, કંપની અથવા સંસ્થાના રૂપમાં ભાષાનો ઉપયોગ દ્વિભાષિય સેવા આપવામાં Å કરી શકશો.

એકથી વધારે ભાષા બોલવી તે à સામાન્ય વાત છે- હકીકતમાં દુનિયામાં 60% થી વધારે લોકો બે ભાષાઓ બોલે છે. જો તમે વેલ્શ શીખવા માંગો છો, તમારા બાળકને વેલ્શ શીખવાડવા ઇચ્છો છો, સ્કૂલ અથવા કોલેજમાં આ ભાષા પર કોઇ પણ પ્રોજેક્ટ કરો છો, અથવા જો તમને ફક્ત વેલ્સ અને દ્વિભાષિય ભાષા વિષે માહિતી જોઇએ છે, તો આ સાઇટ પર તમારા સવાલોના જવાબ મળશે.

બોર્ડ માને છે કે જે સમુદાયોમાં લઘુમતી અથવા ઓછા પ્રમાણમાં બોલાતી ભાષાઓ વપરાય છે, એવા સમુદાયો એક બીજાના અનુભવોથી શીખી શકશે, અને આ ભાષાઓને ટેકો આપતા બધા લોકો સાથે અમે કાર્ય કરીશું, જો તમે અમારા કાર્ય વિષે વધારે જાણવા ઇચ્છો છો, તો અમને [email protected] પર ઇમેલ મોકલો.

અંગ્રેજી માટે અહી ક્લિક કરશો
વેલ્શ માટે અહી ક્લિક કરશો